જનગણના કામગીરીમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી કરાતા ફફડાટ ફેલાયો છે. અમરેલી નગર સેવા સદન દ્વારા જનગણના-૨૦૨૭ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે વિવિધ વિભાગોમાંથી કુલ ૨૫૧ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.સત્તાવાર માહિતી અનુસાર, ૧ જૂન ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન કામગીરી પૂર્ણ કરવાની હતી. જોકે કેટલાક કર્મચારીઓ દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવાતા નગર સેવા સદને કડક વલણ અપનાવ્યું છે. અમરેલી શહેરના ૪૭ ગણતરીદારોને નોટિસ આપવામાં આવી છે. જે પૈકીના ૪ ગણતરીદારો ફરજમાં હાજર ન થતા તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ ફરજમાં બેદરકારી દાખવનાર ૧ર સુપરવાઇઝરને ચાર્જ અધિકારીએ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા નોટીસ આપવામાં આવતા આળસુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.