મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી) ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી બળવા અને ૪,૦૦૦ ઈવીએમ સળગાવવા અંગે પુણેમાં બોલતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જવાહરલાલ નેહરુ અને પી.વી. નરસિંહ રાવનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં આવો કોઈ “અઘોરી” વ્યક્તિ ક્યારેય જન્મ્યો નથી. આવો ક્રૂર વ્યક્તિ ક્યારેય જન્મ્યો નથી. શિવસેના અને ભાજપે રાઉતના હુમલાનો જવાબ આપતા કહ્યું હતું કે તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને તેમને ડાક્ટર પાસે જવું જાઈએ.
સંજય રાઉતે કહ્યું હતું કે આ જ માટીએ પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, પી.વી. નરસિંહ રાવ, રાજીવ ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને બાળાસાહેબ ઠાકરે જેવા મહાન નેતાઓ પેદા કર્યા છે. પરંતુ જ્યારે આપણે મોદીના સમગ્ર વ્યક્તિત્વને જાઈએ છીએ, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ. તે ક્યાથી આવે છે? તે ઔરંગઝેબ જેવી જ માટીમાંથી આવે છે. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, ખરું ને? એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના નેતા શૈના એનસીએ રાઉતની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું છે કે તેમને કાઉન્સેલિંગની જરૂર છે.
જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સત્તામાં રહેશે, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે. દેશની વર્તમાન સ્થિતિ જુઓ. તમે ટીએમસી માંથી સાંસદોને તોડી રહ્યા છો, પછી તમે શિવસેના અને પછી દ્ગઝ્રઁ થી અલગ થવાની વાત કરો છો. તમે હજુ કેટલા પક્ષોથી અલગ થશો? શું તમારી પાસે બીજું કંઈ કરવાનું નથી?
સંજય રાઉતે પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપોરમાં આશરે ૪,૦૦૦ ઈવીએમ સળગાવવા પર પણ નિશાન સાધ્યું. રાઉતે કહ્યું, “મારું માનવું છે કે આ જાણી જાઈને કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારે ચૂંટણી પછી કોલકાતામાં ૪,૦૦૦ ઈફસ્ જાણી જાઈને બાળી નાખ્યા હતા જેથી ટીએમસીના વડા મમતા બેનર્જી હારી ન જાય.” રાઉતે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ૪,૦૦૦ ઈવીએમમાં છેડછાડની શંકા છે. સરકારી ઈમારતમાં તેમને બાળીને રાખ કરી દેવામાં આવ્યા. ૪,૦૦૦ ઈવીએમ એકસાથે કેવી રીતે બળી શકે? હું કહું છું કે તેમને સળગાવવામાં આવ્યા ન હતા, પરંતુ આગ લગાવવામાં આવી હતી. ભાજપ સરકારે જ તેમને આગ લગાવી દીધી હતી. આ આજે દેશ સામેનો સૌથી ગંભીર મુદ્દો છે.”
સંજય રાઉતની ‘અઘોરી’ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, શિવસેના એમએમસી અને પ્રવક્તા મનીષા કાયાન્ડેએ પૂછ્યું છે, “શું સંજય રાઉત પાસે કોઈ ડાક્ટર છે? શું તેમને સ્કીઝોફ્રેનિયા છે? હું આ પૂછી રહી છું કારણ કે મને શંકા છે કે તેઓ આ બીમારીથી પીડિત હશે. તેઓ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરતા હતા, અને હવે, બે વર્ષ પછી, તેઓ તેમની ટીકા કરી રહ્યા છે. તો આ વિરોધાભાસનો અર્થ શું છે? આ સંદર્ભમાં ‘અઘોરી’નો અર્થ શું છે? તેમણે પહેલા આ સ્પષ્ટ કરવું જાઈએ. એક દિવસ કોઈની ખૂબ પ્રશંસા કરવી અને બીજા દિવસે તેમનું અપમાન કરવું – આવા વર્તનથી પ્રશ્નો ઉભા થાય છે. મારું માનવું છે કે સંજય રાઉતે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.”









































