વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થતા લાઠી શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે લાઠી સ્થિત સ્મશાનભૂમિ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્મશાનના સમગ્ર પટાંગણની સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતા અંગે
જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ સફાઈ અભિયાનમાં સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોની સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સમાજને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બનવા અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન સૌએ મળીને શ્રમદાન કર્યું હતું.