અમદાવાદમાં ૧૦ દિવસમાં ચાર હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. આમ અમદાવાદમાં ગુનાખોરીમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવમાં થયેલા વધારાએ પોલીસ વિભાગને સાબદો કરી દીધો છે. જા કે દરેક હત્યાનું કારણ વ્યક્તિગત અદાવત હતુ. તેથી પોલીસને પણ લાગી રહ્યુ છે કે લોકોની સહનશીલતા ક્યાંકને ક્યાંક ઘટી રહી છે.
તાજેતરમાં જ સોલામાં યુવાનનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. સરખેજમાં પણ તાજેતરમાં હત્યાના બે બનાવ બન્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં હત્યાના ચારથી વધારે કિસ્સા નોંધાયા હતા. હત્યાના બનાવો વધતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. લોકોને જાણે લાગી રહ્યુ છે કે ગુનેગારો બેખૌફ થઈ રહ્યા છે. પોલીસનો ડર લોકોમાં ઘટવા લાગ્યો છે. આ સંજાગોમાં શહેરને સલામત રાખવું હવે પહેલાં કરતાં વધુને વધુ આકરું થઈ ગયું છે.
તેમા પણ હત્યા જેવા અપરાધોમાં વધારો થતાં શહેરીજનો ભયભીત થવા લાગ્યા છે. લોકો પણ સવાલ પૂછી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંરે અટકશે. અમદાવાદની પોલીસ હુનાખોરીમાં અને તેમા પણ ખાસ કરીને હત્યાના બનાવોમાં ઘટાડો કરવા માટે શું-શું કરશે. અહીં સવાલ એ છે કે આ પ્રકારના ગુનેગાર તત્વો અને અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી. તેમનામાંથી શું પોલીસનો ડર જતો રહ્યો છે. પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે.
અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી ક્યાંક ક્યાંક શહેરીજનોની ઊંઘ હરામ ન કરી દે. તેમની સ્થિતિ વધુને વધુ વસમી ન થાય તે પોલીસ વિભાગે જાવું પડશે. આજે ધોળા દિવસે હત્યા થાય તેવું લોકો જુએ પછી તેમને તંત્રની કામગીરીમાં વિશ્વાસ ક્યાંથી આવે. પોલીસ એવો વિશ્વાસ ક્યાંથી પેદા કરશે કે ગુનો જ ન થાય. લોકો ગુનો કરતાં ડરે.











































