ધોરાજી શહેરમાં આવેલી કુતુબશાહ દરગાહના ટ્રસ્ટીઓમાં છેલ્લા કેટલાક સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. દોઢ વર્ષ પૂર્વે ટ્રસ્ટી અશરફભાઈ પટ્ટણી અને અન્ય બે ટ્રસ્ટીઓને લઇ ટ્રસ્ટમાં ખોટી સહીઓ અને ઠરાવોનો આ સમગ્ર મામલો ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર સુધી મામલો પહોંચ્યો હતો. દોઢ વર્ષના કાનૂની દાવપેચ બાદ વકફ ટ્રિબ્યુનલ દ્વારા ફરિયાદી તરફે ચુકાદો આપવામાં આવ્યો હતો. ફરિયાદીએ વકફ ટ્રિબ્યુનલમાં રજૂઆત કરેલ કે શબ્બીરભાઈ હાજી ઈસ્માઈલભાઈ ગોડિલ અને શાહિદભાઈ શબ્બીરભાઈ ગોડિલ સામે ટ્રસ્ટમાં અને ઠરાવોમાં મનમાની કરતા ઉપરાંત ખોટી સહી કરી છેતરપિંડી કરતા હોવાની દાદ માગી હતી. ટ્રિબ્યુનલમાં ફરિયાદીનો દાવો મંજૂર કરી ગેરકાયદે ઠરાવો રદ કરવા, શબ્બીરભાઈ હાજી ઈસ્માઈલભાઈ ગોડિલએ ટ્રસ્ટી મંડળના ઠરાવમાં બનાવટી સહીઓ ઊભી કરી છેતરપિંડી થી પોતાના પુત્ર શાહિદભાઈ ગોડિલને ટ્રસ્ટી બનાવેલા હોય જે મામલે સ્થાનિક પોલીસ મથકે દિવસ સાત દરમિયાન ફોજદારી ફરિયાદ નોંધાવવાનો હુકમ બજાવ્યો હતો. સાથે અપીલનો ખર્ચ પણ ચૂકવવા જણાવ્યું હતું.








































