શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા દર મહિનાના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્ય નેત્ર કેમ્પ અંતર્ગત, આજે તારીખ ૦૫/૦૬/૨૦૨૬ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૮મો નેત્રયજ્ઞ યોજાયો હતો. આ કેમ્પમાં વીરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા ૮૭ જેટલા મોતિયાના દર્દીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કુલ ૦૭ દર્દીઓને ઓપરેશનની જરૂર જણાતા, સંસ્થા દ્વારા તેમને વીરનગરની આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન અર્થે મોકલાયા હતા. અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા તથા દવાઓનું વિતરણ કરાયું હતું.આ મહા નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, વીરનગરના તબીબો અને ગુરુકુળ હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.