વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી નગરપાલિકા હોલ ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વી.સી. રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સભ્યો, કર્મચારીઓ અને એનજીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા બીપીનભાઈ જોશી અને અક્ષતાબેન કાલેએ પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ અને નાગરિકોની જવાબદારીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત ‘સોર્સ સેગ્રેગેશન’ (ઘરેથી કચરો અલગ કરવો) અને શહેરમાં પર્યાવરણ સંબંધિત પડકારોના ઉકેલ પર વિચાર-વિમર્શ કરાયો હતો. ચીફ ઓફિસરે નગરપાલિકાની હરિયાળી પ્રવૃત્તિઓની માહિતી આપી સૌને જવાબદાર બનવા અપીલ કરી હતી. અંતમાં, વીર મનીષ મહેતા પાર્ક ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી હરિત અને સ્વચ્છ અમરેલીના નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.








































