અમરેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત કપાસ, મગફળી, સોયાબીન અને બાજરાના પાક નિદર્શનો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ છે. આ યોજના હેઠળ પસંદ થયેલા ખેડૂતોને સરકારના નિયમોનુસાર સબસિડી પાત્ર બિયારણ તેમજ ખેતી ઉપયોગી ઇનપુટ કીટનો સીધો લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું i-Khedut પોર્ટલ હવે માત્ર એક દિવસ માટે જ ખુલ્લું રહેશે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાના ફોર્મ સબમિટ નથી કર્યા, તેઓ આગામી એક દિવસમાં કોઈપણ વિલંબ વગર ઓનલાઇન અરજી કરી શકે છે. સમયમર્યાદા બાદ પોર્ટલ બંધ થઈ જશે.





































