અમરેલી જિલ્લામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, જિલ્લાના તમામ સ્પા અને મસાજ પાર્લરના માલિકો કે સંચાલકોએ તેમના કર્મચારીઓ અને ભાગીદારોના નામ, સરનામાં, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ્‌સ તેમજ આઈડી પ્રૂફ (જેવા કે ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે) સહિતની તમામ વિગતો ફરજિયાતપણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, સ્પાના રિસેપ્શન અને કોમન એરિયામાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે, જેનું ઓછામાં ઓછું ૩૦ દિવસનું રેર્કોડિંગ રાખવું આવશ્યક છે. પાર્લરના માલિકી હક અથવા ભાડા કરારના પુરાવા આપવા સાથે આવતા ગ્રાહકોનું પણ આઈડી પ્રૂફ અને રજિસ્ટર નિભાવવું પડશે. આ હુકમ
૨૪ જુલાઈ સુધી અમલી રહેશે.