તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી તેમના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ એક નવું રાજકીય આંદોલન શરૂ કરી રહ્યા છે જે આખરે એક નવા પક્ષમાં વિકસિત થશે. સોશિયલ મીડિયા દ્વારા જનતાને સંબોધતા, અન્નામલાઈએ કહ્યું કે આજથી એક નવો રસ્તો, એક નવો આંદોલન અને એક નવી રાજકીય યાત્રા શરૂ થાય છે.
તેમણે કહ્યું કે તેમના રાજકીય લક્ષ્યો હવે પહેલા કરતા મોટા થઈ ગયા છે અને તેમણે વધુ લોકો સાથે આગળ વધવું પડશે. અન્નામલાઈએ દાવો કર્યો હતો કે ભાજપમાં હતા ત્યારે તેમણે તમિલનાડુની ઓળખ, સંસ્કૃતિ અને રાજ્યના પાણીના અધિકારો જેવા મુદ્દાઓ પર ક્યાંરેય સમાધાન કર્યું નથી.
ભાજપ છોડવાના તેમના નિર્ણય અંગે, તેમણે કહ્યું કે તેમણે તમિલનાડુમાં એક નવા પ્રકારના રાજકારણની શરૂઆત કરવા માટે સંપૂર્ણ ગૌરવ અને આદર સાથે આ નિર્ણય લીધો છે. અન્નામલાઈએ જણાવ્યું હતું કે તેમણે ૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પાર્ટી નેતૃત્વને રાજીનામું આપવાની તેમની ઇચ્છા વિશે જાણ કરી હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જાવાનું કહેવામાં આવ્યું હતું.તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમની ભાવિ યોજનાઓની ચર્ચા કરી. અન્નામલાઈએ કહ્યું, અમારો પક્ષ તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે.
અન્નામલાઈએ કહ્યું, “હું સ્વચ્છ રાજકારણ શરૂ કરવા માંગુ છું. એકવાર પાર્ટી બની જાય, પછી અમે વંશવાદના રાજકારણને રોકવા માટે કાર્યકાળ મર્યાદા લાગુ કરીશું.” તેમણે કહ્યું, “મારી રાજકીય સફર સરળ નહોતી. મેં ૨૦૦૯ માં ડીએમડીકે સાથે ઇન્ટર્નશિપ કરી હતી. હું ૨૦૨૦ માં ભાજપમાં જાડાયો હતો, અને આજે હું એક નવી સફર શરૂ કરી રહ્યો છું. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ, જ્યારે હું ભાજપમાં જાડાવાનો હતો, ત્યારે રજનીકાંતે મને ફોન કર્યો અને તેમની પાર્ટીમાં જાડાવાનું કહ્યું. તે સમયે, મેં બીએલ સંતોષને પહેલેથી જ વચન આપ્યું હતું. તેથી જ મેં રજનીકાંતને ના પાડી દીધી અને ભાજપમાં જાડાયો.”
અન્નામલાઈએ કહ્યું, “અમે અમારી પાર્ટીના સિદ્ધાંતો અને નીતિઓ પછીથી જાહેર કરીશું.” મને હંમેશા પીએમ મોદી પ્રત્યે આદર રહેશે, પરંતુ જા અમને કોઈપણ મુદ્દા પર ભાજપ સાથે કોઈ મતભેદ હોય, તો તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. મેં ભાજપમાં રહીને ૩-ભાષા નીતિનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીએ કહ્યું કે તેમણે અમિત શાહને સ્પષ્ટ કર્યું કે તેઓ તમિલનાડુમાંથી રાજીનામું આપવાના નથી. તેથી, તેઓ તેમની સાથે મળ્યા, તેમની ખામીઓ સમજાવી અને રાજીનામું આપ્યું.
તેમણે કહ્યું, “મને હંમેશા એ મૂંઝવણનો સામનો કરવો પડ્યો છે કે હું પહેલા ભાજપ કાર્યકર છું કે તમિલનાડુનો પુત્ર. આખરે, મેં મારા પોતાના માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું છે.” અન્નામલાઈએ એ પણ જાહેરાત કરી કે તેમનો નવો રાજકીય પક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે.
૨ જૂનના રોજ ભાજપ પ્રમુખ નીતિન નવીનને લખેલા રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તમિલનાડુમાં વિકાસલક્ષી અને સાંસ્કૃતિક રીતે મૂલ્યવાન રાજકારણના તેમના વિઝનથી પાર્ટી નેતૃત્વ પર વધુ બોજ નાખવા માંગતા નથી.







































