અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે ‘પાસા’ હેઠળ અટકાયતી પગલાં લેવાઈ રહ્યા છે.
એલસીબી પી.આઈ. સી.પી.વાઘેલાએ દારૂના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે આ દરખાસ્ત મંજૂર રાખતા, સાવરકુંડલાના ૪૪ વર્ષીય શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઈ વાળાને પાસા વોરંટ બજવી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો છે. એલ.સી.બી.ની ટીમે આ પ્રશંસનીય કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.







































