અમરેલી,તા.૦૩
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે કિસાન મોરચાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ૫ જૂનથી ૨૧ જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી બાબુભાઈ, પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા અને મહામંત્રીઓએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના બાર વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાશે. કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યોને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરાયો હતો. આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કિસાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































