સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત તા.૦૩ના રોજ કલેક્ટર કચેરી, ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓ અને નાગરિકોને સાયબર સુરક્ષા સંબંધિત માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને સ્ક્રીન શેરિંગ એપ, ઓટીપી ફ્રોડ, ખોટા કસ્ટમર કેર નંબર, શિપિંગ ચાર્જના બહાને થતી છેતરપિંડી, ન્યુડ વીડિયો કોલ અને આર્મીમેનના નામે કરવામાં આવતા ફ્રોડ જેવા વિવિધ સાયબર ગુનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ નાગરિકોને ઓનલાઈન વ્યવહારો દરમિયાન સતર્ક રહેવા તથા કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.