બાબરા તાલુકાના અમરાપરા ગામનું રામજી મંદિર પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. દરરોજ સાંજે ૪ઃ૦૦ થી ૫ઃ૦૦ વાગ્યા દરમિયાન મોટી સંખ્યામાં બહેનો અને ભક્તજનો સત્સંગનો લાભ લઈ રહ્યા છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય જગદીશદાદા પુરુષોત્તમ મહાત્મ્યના એક-એક અધ્યાયનું ભાવપૂર્વક વાચન અને સુંદર વ્યાખ્યાન રજૂ કરે છે, જેના કારણે ઉપસ્થિત ગોપીઓ અને ભક્તજનો ભક્તિરસમાં તરબોળ બની જાય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના પૂજારી ઘનશ્યામદાસ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે અમરાપરા સીતારામ ધૂન મંડળ તરફથી પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. દરરોજ નવા-નવા દાતાઓ દ્વારા પ્રસાદ અને શીતળ સરબતની સેવા પણ આપવામાં આવી રહી છે.








































