આશરે ૧૦ દિવસ પહેલા બુટાપાલડી ગામ નજીક તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલી એક આશાસ્પદ યુવતીની લાશ મામલે હાલ મહેસાણા પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ કરતા લાશની ઓળખ સંગીતાબેન પટેલ તરીકે થઈ હતી. જે બાદ સમગ્ર મામલો તેમના ઘરે પહોંચતાં મૃતક સંગીતાબેનના પરિવારજનો અને તેમના સમાજના આગેવાનો આ એક હત્યાનો કેસ હોવાનો દાવો કરી સમગ્ર મામલે ન્યાયની માંગ કરી છે. ત્યારે આ મુદ્દે હાલ મહેસાણામાં ગરમાવો જામ્યો છે.
વિગતે વાત કરીએ તો, મહેસાણાના બુટાપાલડી ગામ નજીક તળાવમાંથી ૧૦ દિવસ પહેલા યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. જે મામલે જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ૧૦૮ મારફતે નજીકની સરકારી હોસ્પીટલ મોકલી સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
બીજી તરફ, એક સવિતાબેન નામની વિધવા મહિલા પોલીસ સ્ટેશને પહોંચી કે તેમની દીકરી સંગીતાબેન ગુમ થઈ ગઈ છે. જેથી પોલીસે બંને કેસની કડીઓ મેળવી શંકા વ્યક્ત કરી કે બુટાપાલડી ગામે તળાવમાંથી મળેલી લાશ સંગીતાબેનની હોઈ શકે છે. જે ખરાઈ કરવા પોલીસે વિધવા મહિલા સવિતાબેનને મૃતદેહની ઓળખ કરવા બોલાવી ત્યારે મૃતદેહના હાથ પરના ટેટૂ મળતી આવતા તેની ઓળખ સંગીતાબેન પટેલ તરીકે જ થઈ હતી. બાદમાં સમગ્ર મામલે મૃતક સવિતાબેનની વિધવા માતા સંગીતાબેનએ પટેલે દાવો કર્યો તેમની દીકરીની હત્યા કરી થઈ છે અને એ પણ તેમના પરિચિત જેસંગ નામનો વ્યક્તિએ જ હત્યા કરી હોવાના આરોપ મૃતકના માતાએ લગાવ્યા છે. શંકાસ્પદ સંજાગોમાં મોત થયું હોવા છતાં પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. જેથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવાની માંગ ઉઠી છે.
સમગ્ર મામલે મૃતકની માતાએ જણાવ્યું કે, તેમની દીકરી સંગીતા વોટરપાર્કમાં કામ કરે છે. જેને ૧૦ દિવસ પહેલા જેસંગ નામનો વ્યક્તિ હોટલથી પોતાની બાઇક પર લઈ ગયો હતો. જાકે ત્રણ-ચાર દિવસ બાદ પણ દીકરી પરત ન આવતા તેમને જેસંગનો સંપર્ક કર્યો, ત્યારે જેસંગે જણાવ્યું કે સવિતાબેન સાથે તેનો ઝઘડો થયો હતો. જેથી જેસંગે યુવતીને રસ્તામાં ઉતારી દીધી હોવાની ફોન પર જાણ કરી હતી. જે બાદ તેનો આ રીતે મૃતદેહ મળી આવતા અનેક શંકા ઉપજે છે.
નોંધનીય છે કે, આ મામલે પરિવારની ન્યાયની માંગ સાથે સમાજના આગેવાનો પણ આગળ આવ્યા છે. પાટીદાર યુવતીની નિર્મમ હત્યા મામલે પાટીદાર સમાજ લાલઘૂમ જાવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે પાટીદાર નેતા વરુણ પટેલ અને લાલજી પણ નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી છે.એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, “આ કેસમાં પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે જાવા મળી રહી છે. ૧૦ દિવસ પહેલાની આ ઘટનામાં આરોપીની ધરપકડની વાત તો દૂર હજુ સુધી ફરિયાદ પણ ન લેવાઈ એ દુઃખની બાબત છે. જેથી આ મામલે એસઆઇટી રચીને તપાસ થવી જાઈએ, નહીંતર પાટીદાર સમાજ આંદોલન કરશે.”