આજના ડિજિટલ યુગમાં એક નવી અને ખૂબ જ ખતરનાક ઠગાઈ ઝડપથી વધી રહી છે,જેને ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે.આવા કિસ્સામાં વ્યક્તિને ફોન કે વીડિયો કોલ આવે છે.સામેનો વ્યક્તિ પોતાને પોલીસ,કોર્ટ સીબીઆઇ,ઇડી અથવા ટ્રાઇ અધિકારી તરીકે ઓળખાવે છે.પછી પોલીસ સ્ટેશન,કોર્ટ રૂમ,ફાઇલ,એફઆઇઆર,હથકડી યુનિફોર્મ જેવા દૃશ્યો વીડિયો કોલમાં બતાવે છે. આ રીતે ડર પેદા કરીને ઓટીપી માધ્યમથી કે તેમના ખાતામાં ટ્રાન્સફર દ્વારા ખુબજ મોટી રકમ પડાવી લેતા હોય છે.આ ઠગાઈમાં વૃદ્ધ મહિલાઓ-વૃદ્ધ પુરુષોને ઉપરાંત નિવૃત સરકારી અને બેન્ક ઓફિસરોને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવતા હોય છે. વર્ષ ૨૦૨૪ માં ડિજિટલ અરેરેસ્ટના આશરે ૧૮,૦૦૦ કેસ નોંધાયા હોવાનું તથા રૂ.૨૫૦ કરોડ જેટલી રકમની છેતરપિંડી થઈ હોવાના અને વર્ષ ૨૦૨૫ માં આશરે ૨૭,૦૦૦ કેસ ની સામે આશરે ૫૦૦ કરોડ જેટલી રકમનું ફ્રોડ થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.જે ખુબજ ગંભીર અને ચોંકાવનારી છે.તેવું સાયબર કન્સલ્ટન્ટ ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું
તેમણે કહ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈપણ પ્રક્રિયા ભારતીય કાયદામાં અસ્તિત્વમાં નથી,છતાં નાગરિકોમાં કાયદાની જાણકારીના અભાવને કારણે અને વહીવટી નિશ્ક્રીયતાના કારણે આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી તેમણે કરી છે.








































