આગામી મહિનાઓમાં ભારતીય ટીમનો વ્યસ્ત સમયપત્રક છે, જેમાં ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. આ વખતે, એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જેમાં ૨૪ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન ક્રિકેટ મેચો યોજાશે. બીસીસીઆઈએ આ માટે પહેલાથી જ આયોજન શરૂ કરી દીધું છે, ૩૦ મેના રોજ ભારતીય ઓલિમ્પીક એસોસિએશનને ૩૦ સંભવિત ખેલાડીઓની યાદી સુપરત કરી છે. ટીમ ઇન્ડીયાના વર્તમાન ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ આ યાદીમાં શામેલ નથી. જાકે, આ યાદીમાં ઘણા સિનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
એશિયન ગેમ્સ માટે બીસીસીઆઈ દ્વારા આઇઓએને સુપરત કરાયેલ ૩૦ સંભવિત ભારતીય ખેલાડીઓની યાદીમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું નામ શામેલ છે, જેણે આઇપીએલ ૨૦૨૬ સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ યાદીમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ નથી, અને શુભમન ગિલનો પણ સમાવેશ નથી. યાદીમાં મુખ્ય ભારતીય સ્ટાર ખેલાડીઓની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, શ્રેયસ ઐયર અને તિલક વર્માને કેપ્ટનશીપ માટે સૌથી આગળ માનવામાં આવે છે.
ટીમ ઇન્ડીયા સપ્ટેમ્બરના અંતમાં એશિયન ગેમ્સ ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વનડે અને પાંચ ટી૨૦ મેચની શ્રેણી રમશે. આમાં ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થતી પહેલી વનડે અને ત્યારબાદ ૬ ઓક્ટોબરથી શરૂ થતી પાંચ મેચની ટી૨૦ શ્રેણીનો સમાવેશ થશે. પરિણામે, બીસીસીઆઈને એશિયન ગેમ્સ તેમજ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ટીમ પસંદ કરવાની જરૂર પડશે.
બીસીસીઆઇ દ્વારા આઇઓએને પૂરી પાડવામાં આવેલ સંભવિત ભારતીય ખેલાડીઓની યાદી
યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ કુમાર, નીલેશ કુમાર, નીરવસિંહ, નીલેશ કુમાર, કે. ચક્રવર્તી, અનુકુલ રોય, આયુષ બદોની, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, ખલીલ અહેમદ, રુતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે, વિપરાજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર, વોશિંગ્ટન સુંદર.













































