અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ તાલુકા પંચાયતના હોદ્દેદારોની સત્તાવાર વરણી કરાઈ છે. પ્રદેશ મેન્ડેટધારક રવુભાઈ ખુમાણે કરેલી જાહેરાત મુજબ પ્રમુખ તરીકે ગીતાબેન ડાભી, ઉપપ્રમુખ તરીકે રૂપેશભાઈ સાંખટ, શાસક પક્ષના નેતા તરીકે ગીતાબેન પરમાર અને દંડક તરીકે માલાભાઈ શિયાળની પસંદગી થઈ છે. જ્યારે કાર્યક્ષમતાના આધારે કારોબારી ચેરમેન તરીકે ગુલાબબેન વાળાને સતત બીજી ટર્મ સોંપવામાં આવી છે.આ જાહેરાત થતાં જ પંચાયત કચેરી ખાતે ઉત્સાહનો માહોલ છવાયો હતો. ઉપસ્થિત વરિષ્ઠ અગ્રણી પીઠાભાઈ નકુમ, તાલુકા પ્રમુખ કુલદીપભાઈ, કરસનભાઈ ભીલ તેમજ સરપંચો અને કાર્યકરોએ નવનિયુક્ત ટીમને ફૂલહાર તથા ખેસ પહેરાવી ભવ્ય આવકાર આપ્યો હતો. સમગ્ર વરણી પ્રક્રિયામાં સામાજિક સમીકરણો જાળવવા જીગ્નેશભાઈ પટેલ અને ચેતનભાઈ શિયાળે મહત્વની ભૂમિકા ભજવી હતી.