ખરીફ સીઝન પહેલા મગફળી અને ડાંગર માટે આટલું કરો
કપાસ: ખાતર: પાયામાં ૫૫ કિલો ડીએપી આપવું બાકીનું ૫૫ કિલો પાળા ચડાવતી વખતે આપવું
• ૧૨૫ કિલો પોટાસ તેમાંથી અડધો હપ્તો પાયામાં બાકીનો પાળા ચડાવતી વખતે આપવું
• ઝીંકસલ્ફેટ પાયામાં ૨૫ કિલો આપવું.
• મેગ્નેશિયમ સલ્ફેટ હેકટરે ૨૫ કિલો આપવું.
ડાંગર:
• ડાંગર માટે ‘શ્રી’ પધ્ધતિ અપનાવો.
• મોડી પાકની જાતો: મસુરી,જીઆર.૧૦૧,૧૦૨,૧૦૩,
૧૦૪,નર્મદા
• મોડી મધ્યમ પાકની જાત: જી.આર-૧૧,૧૩, જ્યાં ગુર્જરી,આઇ.આર.-૨૨,જી.આર-૧૫
• ફેર રોપણ માટે: જી.આર૪,૬,૭,૮,૧૧,૧૨,૧૩,૧૦૧,૧૦૨,૧૦૩,૧૯૪,ગુર્જરી,એસએલઆર – ૫૧૨૧૪, દાંડી.
• ઓરાણમાટેઃ સાંઠી-૩૪,૩૬, જીઆર- ૩,૫,૮,૯, અંબિકા, રત્ના,આઈ.આર=૨૮ ,જી.આર-૧૬ (તાપી)
• વહેલી પાકતી જાત ઓરણ માટે ઃજી.આર.-૫,૮,૯,આઈ.આર-૨૮,જી.આર-૧૭ ( સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬
• ક્ષારીય જમીનની જાત: દાંડી,જી.એન.આર-૨,૩,૪
• ખાતરઃ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.
• રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.
• બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડર મિલાવેલ બિયારણ ને ભીના કંતાન માં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું.અથવા
• સૂકી બીજ માવજત: ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો બીજને પટ આપવો.
• ભીની બીજ માવજત: ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવા ના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
• ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.
બાગાયતી પાકોમાં ધનીષ્ટ પધ્ધતિ અપનાવો: • આ પધ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડતાથી નોંધ પાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ, વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે.
મગફળી:
• પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો.
• ગળતિયા ખાતર માં મિક્સ કરી વાવણી સમયે ચાસમાં આપવું.
• મગફળી એ સુકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વિસ્તારમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ધટાડી શકાય છે એટલે આંતર કે રીલે પાક પધ્ધતિ અપનાવવી.
• ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો અને ઉધઈ પણ આવતી હોય તો ક્વિનાલફોસ ૨૫ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી માહે કોઈ પણ એક દવા પસંદ કરી ૧ કિલોગ્રામ દીઠ ૨૫ મિ.લી. દવા બીજને વાવતા પહેલા ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સુકવી વાવેતર કરવું.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૨.૫ – ૨૫ – ૫૦ કિલો એન.પી.કે. આપવું.
• થડનો સડો/સુકારો હોય તો વાવણી વખતે ચાસમાં હેકટરે ૫૦૦ કિ.ગ્રા. દિવેલાનો ખોળ સાથે ૨.૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્માનું કલ્ચર ભેળવીને આપવું.
• બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફ્રુરણ શકિતવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
• મગફળીનું સેન્દ્રિય ઉત્પાદન કરતા ખેડૂતોને વધુ ઉપજ અને ચોખ્ખું વળતર મેળવવા તેમજ જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે, રાયઝોબિયમ (૨ લિટર), પીએસબી (૨ લિટર), કેએસબી (૨ લિટર), ટ્રાઇકોડર્મા હર્ઝિયાનમ (૩ કિલો), સ્યુડોમોનાસ ફ્‌લોરોસેન્સ (૩ લિટર) અને બ્યુવેરિયા બેસિયાના (૩ કિલો) થી સમૃધ્ધ વર્મીકમ્પોસ્ટ ૫ ટન/હેક્ટર ખાતર સાથે વાપરવાની ભલામણ કરવામાં આવે છે. વર્મીકમ્પોસ્ટના સંવર્ધન માટે, રાઈઝોબિયમ (૨ લિટર), પીએસબી (૨ લિટર), કેએસબી (૨ લિટર), ટ્રાઇકોડર્મા હર્ઝિયાનમ (૩ કિલો), સ્યુડોમોનાસ ફ્‌લોરોસેન્સ (૩ લિટર) અને બ્યુવેરિયા, બેસિયાના (૩ કિલો) ને વર્મીકમ્પોસ્ટ ૨ ટન સાથે થોડા પાણીમાં ભેળવીને (ભેજનું પ્રમાણ ૨૦%) છંટકાવ કરવો જોઈએ
સંકલિત પોષણ વ્યવસ્થા:સામાન્ય રીતે બાગાયતદારો અસમતોલ, આપુરતા, કાર્યરત મૂળ વિસ્તાર જોયા વગર પાકની અવ્યસ્થા ધ્યાને લીધા વગર ખાતરો વાપરે છે, ખર્ચ વધારે છે, ગુણવતા બગાડે છે. તેની સામે સંકલિત પોષણ વ્યવસ્થા માં સમતોલ, સમયસર, યોગ્ય જગ્યાએ અને પાકની અવસ્થા ધ્યાને લઈ અપાતા ખાતરોમાં દેશી છાણીયું ખાતર, કંમ્પોષ્ટ, ખોળ, હાડકાનો પાવડર સીવીડ, અઝોલા, વર્મી કંમ્પોષ્ટ, લેધરમીલ, પોલ્ટી મેન્યુર જૈવિક ખાતરો લીલો પડવાશ, પાકની ફેરબદલી, વિગેરેના વપરાશના જમીનનું પોત બંધારણ સુધરશે પર્યાવરણ બગડશે નહિ ઉત્પાદન વધશે સાથે ગુણવત્તા સુધરશે સામાન્ય પ્રજાનું આરોગ્ય સુધરશે ઉત્પાદન ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી બનશે. આમ રાસાયણિક ખાતરોની અવેજીમાં ઉપાયો બતાવવામાં આવ્યા છે. નીલગાય અને ભૂડ ભગાડવાના ઉપાય ( યુનિવર્સીટીની ભલામણ નથી): દેશી ગાય ની છાશ ૨ વર્ષ જૂની હતી તેને બોટલમાં ભરી બાગાયતી પાકમાં ૫૦-૫૦ ફૂટના અંતરે ઢાકણા વગરની મુકેલ અન્ય પાકમા શેઢા – પાળા પર ૨૦ વીઘામાં ૩૦ બોટલ મુકવામાં આવતા તેનો નીલગાય અને ભૂડનો ત્રાસ રહેતો નથી.
આંબામાં ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિ ના ફાયદા:
૧.ઝાડ દીઠ તેમજ હેક્ટર દીઠ બે થી ત્રણ ગણું વધુ ઉત્પાદન લઈ શક્ય છે. ફળની ગુણવતા એટલે કે ફળની સાઈઝ,કલર,
આકાર વગેરેમાં સુધારો જોવા મળે છે.
૨. આ પધ્ધતિમાં હેક્ટર દીઠ વધુ આવક મળે છે.
૩. ત્રીજા વર્ષેથીજ વ્યાપારીક ઉત્પાદન મળે છે તેમજ ઉત્પાદનનો સમયગાળો નાનો થાય છે.
૪. ફળ,ફૂલને નિયંત્રણ કરી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય છે.
૫. શરૂઆતના વર્ષમાં આંતર પાકોથી આવક મેળવી શકાય છે.
૬. ઝાડની ઉંચાઇ ઓછી હોવાના કારણે પાકની લણણી સરળતાથી કરી શકાય છે.
૭. લાંબા અંતરે વાવેલ આંબાવાડીને પણ ઘનિષ્ઠ વાવેતરમાં ફેરવી શકાય છે.
૮. જમીન,પાણી અને સુર્યપ્રકાશનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
૯. એકમ વિસ્તામાં વધારે ઝાડ રોપવાના હોવાથી તેની જાળવણી માટે વધારે માનવ દિવસની જરૂરીયાત રહે છે જે ખેતીમાં
વધારે રોજગારી પુરી પાડે છે.
૧૦. કેળવણી અને છટણી દ્રારા ઝાડની ઉંચાઈ નિયમિત અને નિયંત્રણ થાય છે તેમજ ઝાડ ઉંચાઇ કરતા ઝાડનો ઘેરાવો વધુ
થતો હોવાથી ઝાડની જાળવણીમાં યાંત્રિક મશીનરીનો ઉપયોગ શક્ય બને છે.
૧૧. નિયમીત છટણી થવાથી કલમોનું આંતરે વર્ષે ફળવાની મુશ્કેલીનું ઘણા અંશે નિવારણ શક્ય બને છે. ૧૨. ઝાડની
વૃધ્ધિ નિયંત્રણ રાખવાથી દવાના છાંટકાવ વધુ અસરકારક રીતે કરી શકાય છે. ૧૩. દવાની જેમ રાસાયણિક અને સેન્દ્રિય ખાતર તેમજ પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે. ૧૪. છોડનો આકાર નાનો હોવાથી આંબામાં ફળો ઉપર પેપર બેગ (કોથળી) સહેલાઇથી લગાવી ઉચ્ચ ગુણવતા યુક્ત ફળો મેળવી શકાય છે. ૧૫. ફળની પરિપક્વ અવસ્થા સરળતાથી જાણી શકાય છે. ૧૬. ફળ પરિપક્વ અવસ્થા એ પહોચ્યા બાદ કાપણી પણ ખુબજ અનુકુળ રહે છે. ૧૭. નિકાસલક્ષી ગુણવતા ધરાવતી નવી જાતોનું વાવેતર ઘનિષ્ટ વાવેતર પધ્ધતિ દ્ધારા કરી સારૂ એવું વિદેશી હુંડિયામણ કમાવમવાનીતક મળે છે. ૧૮. પાક સંવર્ધનની કામગીરી પણ સરળતાથી કરી શકાય છે. ૧૯. આ પધ્ધતિમાં સરકારશ્રી દ્ધારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.૨૦. આ પધ્ધતિમાં વાતાવરણનાં ફેરફારો એટલે કે જલ-વાયુ પરિવર્તન ની માઠી અસર ઓછી થાય છે. નાળીયેરીમાં ઈરીયોફાઈડ માઈટ ઃ- ફળો ખરી પડે, તીરાડો પડે, ગુંદર નીકળે, લીલો ભાગ દુર થાય. તેના નીયત્રંણ માટે
(૧) પુરતા પ્રમાણમાં પીયત આપવું.
(ર) ભલામણ મુજબના ખાતરો આપવા.
(૩) લીલો પડવાશ,વનસ્પતિનો ખોળ, અળશીયાનું ખાતર વિગેરે આપવું.
(૪) કાળા માથાની ઈયળ મુજબનું નીયત્રંણ.
(પ) વનસ્પતિ જન્ય જંતુ નાશક દવા નિમાજલ, એજેડીરેક વિગેરે મુળ શોષણ પધ્ધતિ દ્ધારા ૧૦ મીલી. પાણીમાં મૂળ શોષણ પધ્ધતી દવારા આપવું.
(૬) પાક સંરક્ષાણના સામુહીક પગલા લેવા.