સાવરકુંડલામાં કાપેલધાર પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૩૧ બોટલ પકડાઈ હતી. અહીંથી શિલ્પેશભાઇ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા (ઉ.વ. ૪૪) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૮૩૧ બોટલ મળી આવી હતી.
પોલીસે કુલ રૂપિયા ૧,૩૮,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ, અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએથી ચાર મહિલાઓ સહિત સાત શખ્સો પાસેથી ૩૧ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.