ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા અમરેલીના ગજેરા પરા સ્થિત બાલમુકુંદ હોલમાં ૧૫-દિવસીય‘બાળ યોગ સમર કેમ્પ’ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વેકેશનના સમયમાં બાળકોના સશક્તિકરણ, આંતરિક શક્તિઓ ખીલવવા અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આ કેમ્પનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૨૬ થી તા. ૦૧-૦૬-૨૦૨૬ દરમિયાન સવારે ૦૭ઃ૦૦ થી ૦૮ઃ૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે. દીપ પ્રાગટ્ય વિધિ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના નવનિયુક્ત સભ્ય જયંતિભાઈ ધાનાણી, પ્રવિણભાઈ ધાનાણી, રમેશભાઈ શિંગાળા અને કો-ઓર્ડિનેટર સાગરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટીચર અનિતાબેન રામાણીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્પોન્સર્સ દ્વારા પૌષ્ટિક આહાર અને લીંબુ શરબતનું વિતરણ પણ કરવામાં આવે છે. વાલીઓ અને બાળકોમાં આ શિબિર અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.