સાવરકુંડલામાં રહેતી એક યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતાં આખરે પોલીસને જાણ કરાઈ હતી. રમેશભાઈ મનુભાઈ ડુબાણીયા (ઉ.વ. ૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી કૃપાલીબેન (ઉ.વ. ૨૦) ઘરેથી કોઈને કાંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી.









































