શહેરમાં પોલીસ વિભાગ સાથે જાડાયેલા હેડ કોન્સ્ટેબલ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. ઈમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલ સામે એક મહિલાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ પીડિત મહિલાએ મીડિયા સમક્ષ આવી પોતાની આપવિતી વર્ણવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી હેડ કોન્સ્ટેબલ લાંબા સમયથી તેની એકલતાનો લાભલઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. શરૂઆતમાં ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈ નજીક આવ્યો બાદ ધમકી અને બ્લેકમેલિંગ દ્વારા શારીરિક શોષણ ચાલુ ચાલુ રાખ્યાનો આરોપ મૂકાયો છે.
મહિલાએ જણાવ્યું હતું કે, આરોપી ઈમરાન હબીબભાઈ રાઉમા તેનો જૂનો પાડોશી હતો. એક રાતે જ્યારે તેઓ પોતાના મમ્મીને ત્યાં રોકાવા ગયા ત્યારે બાજુમાં આવેલી ટેલર શોપ ઈમરાને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલાં કર્યા હતા અને તેનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં તે વારંવાર આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી સાથે તેમનું શોષણ કરતો રહ્યો. પોતે પોલીસમાં હોવાથી ‘પોલીસ પોલીસ સામે કંઈ ન કરે’ એમ કહી મહિલાને ડરાવી ધમકાવી શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં તેણે મહિલાની દીકરીને અડપલાં કરતા અને દીકરીએ સમગ્ર બાબત તેના પિતાને જણાવતા વાત બહાર આવી હતી. બધાએ ભેગાં મળીને વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારહાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈને દ્વારા પણ કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોઈપણ યુવતી અથવા મહિલા જા આવી રીતે હેરાનગતિનો ભોગ બને તો ડર્યા વગર આગળ આવી ફરિયાદ કરે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે ઈમરાન રાઉમા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર મામલે રાજકોટ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી સામે જ આવા ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ પીડિત મહિલાને ન્યાય મળે અને આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.









































