બાલ ગંગાધર ટિળકે કહ્યું છે કે મને નર્કમાં પુસ્તકો મળશે તો હું ત્યાં આનંદથી રહી શકીશ..
અખંડ ભારતના સર્જક અને રાષ્ટ્ર ભક્તશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ “ન ભૂતો ન ભવિષ્યતિ’ છે. કરમસદના કર્મયોગી વીર વલ્લભ વિશ્વના રાજકીય નકશામાં અજોડ સ્થાન ધરાવે છે.પ્રમાણિકતાનો પર્યાય અને રાષ્ટ્રભક્તિ જેના લોહીમાં વહી રહી છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશનું ગૌરવ છે. સરદાર પટેલ માત્ર રાજકીય પુરુષ નહોતા પ્રખર રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રની ધરોહર હતા. ૪૩ વર્ષના રાજકારણમાં રાષ્ટ્ર સેવાનો પ્રકલ્પ સિધ્ધ કર્યો હોય તેવા મહાનાયક તરીકે સરદાર પટેલને વંદન કરું છું. તેમના વિશે અનેક સાહિત્ય લખાયુ છે અને સદીઓ સુધી લખાશે. ઇતિહાસ એ જ વ્યક્તિને યાદ કરે છે જેને રાષ્ટ્ર સેવા માટે પોતાની જાત ઘસી હોય. જેમની પાસે રોમન લો નું કાયદાકીય જ્ઞાન અને બાહોશ બેરિસ્ટર બનીને લક્ષ્મીપતિ બનવાની આવડત હોવા છતાં રાષ્ટ્ર સેવાને પ્રાધાન્ય આપી, દેશની આઝાદીમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું હોય તેવા ગુર્જર પ્રદેશના સરદાર પટેલનું અસરકારક અને અભૂતપૂર્વ
નેતૃત્વ આજે પણ યુવા વર્ગ માટે પ્રેરણા સ્ત્રોત છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકવન અને આધુનિક ભારતના નિર્માણમાં તેમના અતુલ્ય પ્રદાનને ઉજાગર કરતું પુસ્તક “Voice of Unity – Sardar Vallabhbhai Patel and the Making of Modern India”નું વિમોચન સમારોહ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના શ્રી એચ.ટી. પરેખ કન્વોકેશન સેન્ટર ખાતે અત્યંત ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો.આ ભગીરથ કાર્યનું આયોજનYoung India Research Foundation (YIRF), Dhimahi Foundation Trust ŒÚkk Young India Event & Protection Pvt. Ltd દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.સંપાદકીય કૌશલ્ય અને સંશોધનનો સંગમ આ ઐતિહાસિક પુસ્તકના મુખ્ય સંપાદક તરીકે ડા. આશિષ પાટીવાલા (ડાયરેક્ટર, YIRF) અને શીતલ કોઈસા એ પાયાની ભૂમિકા ભજવી છે. પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેશભરના ૨૫ જેટલા પ્રખર લેખકો અને વિદ્વાન સંશોધકો દ્વારા અલગ-અલગ ૨૫ પ્રકરણો (Chapters) લખવામાં આવ્યા છે. આ પ્રકરણોમાં સરદાર પટેલના માત્ર રાજકીય પાસાઓ જ નહીં, પરંતુ તેમના આર્થિક વિચારો, સામાજિક સમરસતા, વહીવટી કુશળતા અને રજવાડાઓના વિલીનીકરણની અદભૂત ગાથાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
મહાનુભાવોના પ્રેરણાત્મક અને માર્ગદર્શન થકી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પુસ્તકને આવકારતા જણાવ્યું કે, સરદાર સાહેબના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા આઝાદી સમયે હતા.મુખ્ય અતિથિ પદેથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી. પટેલે યુવા પેઢીને સંબોધતા કહ્યું કે, “સરદાર પટેલએ માત્ર એક વ્યક્તિ નથી, પણ રાષ્ટ્રની એકતા અને શિસ્તનું જીવંત પ્રતિક છે. આ પુસ્તક યુવાનોમાં રાષ્ટ્રપ્રથમની ભાવના જગાડવાનું કામ કરશે.”
વિશિષ્ટ અતિથિ શ્રી ડો.મફતભાઈ પટેલે (મેનેજિંગ ટ્રસ્ટી, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ) આજના સમયમાં સામાજિક એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ એટલે યુનિટી. કાર્યક્રમમાં આધ્યાત્મિક ચેતના જગાવતા ઓમગુરુ સદગુરુ ઓમૃષિદ (સ્થાપક, ઓમકાર ફાઉન્ડેશન) એ ત્રણ પી સરદાર પટેલમાંથી ગ્રહણ કરવાની જરૂર છે પાવર, પરફેક્ટ અને પરિવર્તન આ બાબતો યુવાનોએ જીવનમાં ઉતારવાની જરૂર છે. સામાજિક અગ્રણી શ્રીમતી સુરેખાબેન પ્રકાશભાઈ શાહ (પ્રમુખ, સર્વોદય પરિવાર ટ્રસ્ટ, પિંડવાળ)ની ઉપસ્થિતિએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમને કહ્યું હતું કે સરદાર સાહેબમાં સર્વોદય વિચાર અને સામાજિક સમરસતા તેમજ રાષ્ટ્ર એકતાની શ્રેષ્ઠ ભાવના આજે પણ દેખાઈ રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ પુસ્તકની વિગતો આપતા જણાવ્યું હતું કે, “ર્ફૈષ્ઠી ર્ક ેંહૈંઅ” દ્વારા સરદાર સાહેબના દૃઢ મનોબળ અને ભારતને એકસૂત્રે બાંધવાના ભગીરથ પ્રયાસોને વિગતે રજૂ કરવામાં આવ્યા છે.૨૫ લેખકોની કલમે લખાયેલું આ પુસ્તક સંશોધકો માટે એક સંદર્ભ ગ્રંથ (ઇીકીિીહષ્ઠી ર્ર્મ્ા) તરીકે ઉપયોગી સાબિત થશે.કાર્યક્રમની ફળશ્રુતિ અમદાવાદના શિક્ષણવિદો, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, સામાજિક કાર્યકરો અને યુવાનોની હાજરીમાં આ કાર્યક્રમ ‘અખંડ ભારત’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકોએ આભાર વિધિ કરતા જણાવ્યું હતું કે,આ પુસ્તક માત્ર લાયબ્રેરીની શોભા નહીં બને, પણ તેના વિચારો જન-જન સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે.
સરદાર પટેલ વિશે લખવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. સરદાર પટેલે રાષ્ટ્ર સેવાના રચનાત્મક અને સામાજિક સેવાકીય અનેક કાર્યો કર્યા છે. જેનો ઇતિહાસ અમર છે. દીર્ઘદ્રષ્ટા અને અખંડ ભારતના સર્જકની ભૂમિકા ઇતિહાસમાં કંડારાઈ ગયેલી છે. સરદાર પટેલે ખેડા,બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં નેતૃત્વ પ્રદાન
કરેલ છે. લોકજાગૃતિ થકી આઝાદી તે તેમનો મુખ્ય હેતુ રહ્યો છે.ત્રીજા ભાગની જીંદગી જેલની કોટડીમાં જીવનાર એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ અને દીકરી મણીભાઈ આ રાષ્ટ્રનું ગૌરવ છે. દેશ આઝાદ થયો તે સમયે ૫૬૨ વિભિન્ન પ્રાંતમાં વહેંચાયેલા દેશી રજવાડાઓનું એકીકરણએ તેમનું સૌથી મોટી સિધ્ધિ ગણાય છે. દેશ આઝાદ થયા પછી પ્રથમ ગૃહપ્રધાન તરીકે ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે વિરોધ વચ્ચે પાર્લામેન્ટમાં બિલ પસાર કરાવનાર જો કોઈ હોય તો તે સરદાર પટેલ છે. નેહરુના વિરોધ વચ્ચે ઇન્ડિયન સિવિલ સર્વિસ દેશમાં જોઈશે જ? આવા દ્રઢ સંકલ્પ કરનાર સરદાર પટેલ દીર્ઘદ્રષ્ટતા રહ્યા.ત્યાગ અને સેવાના પ્રકલ્પને સાર્થક કરનાર સરદાર પટેલના પુસ્તક “વોઇસ ઓફ યુનિટી” વાચક વર્ગને તેમના કાર્યોની ઉર્જા પ્રદાન કરશે. સરદાર પટેલ તો આ રાષ્ટ્રની અસ્મિતા રહ્યા છે. યુવા પેઢી માટે આ પુસ્તક સોનામાં સુગંધ ભરશે. ડો. આશિષ પાટીવાળા અને શીતલ મેડમ થકી આ પુસ્તક સંપાદન કરવાનો પ્રયાસ કર્યો છે તે શુભેચ્છાને પાત્ર છે. આ પુસ્તકમાં લેખક તરીકે મને તક આપી તે બદલ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું.સરદાર પટેલ ભાવિ પેઢીની પ્રેરણામૂર્તિ છે. જય સરદાર જય સરદાર.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































