ઉનાના કેસર બાગમાં સદવિચાર ટ્રસ્ટ, દોશી સ્માઈલ અને ઈંગા હેલ્થ ફાઉન્ડેશન દ્વારા જન્મજાત ખોડખાપણ ધરાવતા દર્દીઓ માટે મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદના જાણીતા તબીબ ડો. રિષભ શાહે પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન ફાટેલા હોઠ, ફાટેલા તાળવા, વાંકાચૂકા દાંત અને નાક-કાનની જન્મજાત ખામીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉના અને આસપાસના વિસ્તારના અનેક ગરીબ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. જે દર્દીઓને સર્જરીની જરૂર હતી, તેમને અમદાવાદ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. મંગળદાસભાઈ ગાંધી અને ડો. સોમિલ દવે સહિતના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવ્યો હતો.