કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા સંતુલિત ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ ગામોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગઢડાના રસુલપરા, ઉનાના સોનારી અને કેશોદના મેસવાણ ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં કુલ ૧૬૮ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન વિષય નિષ્ણાંત મનીષભાઈ બલદાણિયાએ સંતુલિત ખાતર દ્વારા પાક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પૂજાબેન નકુમે જમીન ચકાસણી દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરવાની રીતો સમજાવી હતી, જ્યારે રમેશભાઈ રાઠોડે સંકલિત પોષણ વ્યવસ્થાપન વિશે ઉપયોગી માહિતી આપી હતી. અંતે, નિષ્ણાંતોએ ખેડૂતોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.








































