લીલીયાના સલડી ગામ નજીક આવેલા સલડી ધામ માતાજીની મઢી અને સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. મહંત ભગવાનગીરી બાપુ તેમજ બ્રહ્મલીન મહંતોના સ્મરણાર્થે યોજાયેલી આ કથામાં કથાકાર શાસ્ત્રી શુક્લ દાદા ભક્તોને શિવ પુરાણનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં શિવ-પાર્વતી લગ્ન અને વિવિધ દિવ્ય અવતારોના પ્રસંગો ઉજવાતાં સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે. આ ધાર્મિક મહોત્સવમાં સલડી, ગોઢાવદર અને લીલીયા સહિતના વિસ્તારોમાંથી તમામ જ્ઞાતિના શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો એકસાથે ભાવપૂર્વક લાભ લઈ રહ્યા છે.








































