સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં કાર્યરત શ્રી નિવાસી અંધ વિદ્યાલય અને લોક વિદ્યા મંદિર ખાતે તાજેતરમાં એક ગૌરવપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમ ટર્મિનલ્સ-પીપાવાવના સહયોગ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલી ‘પરમ’ નામની અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન લેબનું ઉદઘાટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર થોમસ અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ (દ્ગછમ્) ગુજરાતના સેક્રેટરી તારકભાઈ લુહાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.ખાસ સોફ્‌ટવેર અને સુવિધાઓથી સજ્જ આ લેબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ લઈ જશે.