સાવરકુંડલાના શિવાજીનગર વિસ્તારમાં કાર્યરત સનરાઈઝ વિદ્યા સંકુલના તેજસ્વી વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આયોજિત ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈને શાળા તથા સમગ્ર પંથકનું નામ રાજ્ય કક્ષાએ ગૌરવવંતું કર્યું છે. આ રમત સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન દાખવીને મેદાન માર્યું હતું. ખાસ કરીને શાળાના વિદ્યાર્થી ભારદ્વાજ પિનાકે પોતાની અસાધારણ ક્ષમતા દર્શાવીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.










































