મુખ્યમંત્રી બન્યા પછી, વિજયે રાજ્યમાં ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો. આ બધી દુકાનો મંદિરો, શાળાઓ અને બસ સ્ટેન્ડથી ૫૦૦ મીટરની અંદર હતી. વિજયે પોતાના પક્ષના પ્રચંડ વિજય બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ આ નિર્ણય લીધો હતો. આ પગલાને રાજ્યમાં મહત્વપૂર્ણ અને ખૂબ ચર્ચાસ્પદ માનવામાં આવી રહ્યું છે.
આ નિર્ણય પર કમલ હાસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પ્રતિક્રિયા આપી. તેમણે વિજયને “ભાઈ વિજય” તરીકે સંબોધ્યા અને આ પગલાને તમિલ પરિવારોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીના પ્રતિભાવ તરીકે વર્ણવ્યું.
કમલ હાસને તેમની પોસ્ટમાં લખ્યું, “મંદિરો, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો દૂર કરવાની તમિલ પરિવારોની અપેક્ષા મુખ્યમંત્રી ભાઈ વિજયે પદ સંભાળતાની સાથે જ પૂર્ણ કરી છે.”
તેમણે વધુમાં કહ્યું કે સરકારે ધીમે ધીમે દારૂના વેચાણ પરની તેની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે કામ કરવું જોઈએ. કમલ હાસને એમ પણ કહ્યું કે ૭૧૭ દુકાનો બંધ કરવી એ ફક્ત શરૂઆત છે અને આ સંખ્યા વધુ વધારવી જાઈએ. તેમણે પોતાની પોસ્ટનો અંત લખીને કર્યો, “આ પહેલ ચાલુ રહેવી જોઈએ.” અભિનંદન.’
નોંધનીય છે કે વિજય ફિલ્મ ‘જાના નાયકન’માં જોવા મળશે. આ વિજયની છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ મૂળ ૯ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર સર્ટિફિકેટ સમયસર ન મળવાને કારણે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મમાં મમિતા બૈજુ, પૂજા હેગડે અને બોબી દેઓલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.









































