બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સ, અથવા સીઇઓ જે ભારતીય ક્રિકેટના ભવિષ્યને તૈયાર કરે છે, તેમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.બીસીસીઆઇ એ નવા કોચિંગ સ્ટાફ માટે ઘણા નામોની પસંદગી કરી છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ફઇફ સિંહ અને લક્ષ્મીપતિ બાલાજી સૌથી અગ્રણી નામો તરીકે ઉભરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ૨૦૨૬ આઇપીએલ સમાપ્ત થતાં જ આ નવા કોચ ચાર્જ સંભાળી શકે છે.
હકીકતમાં, ગયા વર્ષે ટ્રોય કુલીએ સેન્ટર ઓફ એક્સેલન્સ છોડ્યા પછી, બીસીસીઆઇ બેંગલુરુ સ્થિત હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર માટે વિદેશી બોલિંગ નિષ્ણાતની શોધમાં હતું. બોર્ડે પ્રખ્યાત ઇંગ્લીશ બોલિંગ કોચ સ્ટીફન જાન્સ સાથે પણ વાતચીત કરી હતી, અને આ બાબતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. જોકે, આ સમયે સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું. આ પછી,બીસીસીઆઇ ભારતીય કોચ તરફ વળ્યું, અને હવે ફઇફ સિંહ અને લક્ષ્મીપતિ બાલાજીને સેન્ટર ઓફ એક્સેલન્સ કોચિંગ ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. ફેબ્રુઆરીમાં,બીસીસીઆઇએ કુલ ૧૦ નવા કોચિંગ પદો માટે અરજીઓ મંગાવી હતી, અને પસંદગી પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ બે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરો સીઇઓ માટે નિયુક્ત થનારા ૧૦ નવા કોચનો ભાગ બનવા માટે તૈયાર છે, જેના માટે ફેબ્રુઆરીમાં જાહેરાત જારી કરવામાં આવી હતી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, અનુભવી બોલિંગ કોચ પી. કૃષ્ણકુમાર, જેમણે જમ્મુ અને કાશ્મીર ટીમને રણજી ટ્રોફીમાં વિજય અપાવ્યો હતો, તેમને પણ આ ભૂમિકા માટે વિચારણા કરવામાં આવી શકે છે. કૃષ્ણકુમારે ઉમરાન મલિક, યુદ્ધવીર સિંહ અને આકિબ નબી જેવા ફાસ્ટ બોલરોને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. દરમિયાન, કર્ણાટકના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યેરે ગૌડને બેટિંગ કોચ તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ૫૪ વર્ષીય ગૌડે પોતાની કારકિર્દીમાં ૧૩૪ ફર્સ્ટ-ક્લાસ અને ૪૯ લિસ્ટ છ મેચ રમી હતી. ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર સુનેત્રા પરાંજપેને પણ બેટિંગ કોચિંગ ગ્રુપમાં સામેલ કરી શકાય છે.
દિશાંત યાજ્ઞિકની ફિલ્ડિંગ કોચ તરીકે પસંદગી પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. યાજ્ઞિક હાલમાં કેકેઆરના ફિલ્ડિંગ કોચ છે અને અગાઉ રાજસ્થાન અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યા છે. જા કે, તે સ્પષ્ટ નથી કે ઇંગ્લેન્ડના સ્ટીફન જાન્સ સાથે વાટાઘાટો પૂર્ણ થઈ છે કે નહીં. ૫૨ વર્ષીય જાન્સ તાજેતરમાં હૈદરાબાદમાં ખાનગી કોચિંગ સોંપણી પર જાવા મળ્યા હતા.














































