રાજ્ય કક્ષાની ઇન્ટર DLSS જુડો લીગ સ્પર્ધાનું આયોજન વડનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ–વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ધાંધલા વિધી -૪૦k.g.-સુવર્ણ પદક, દવે વિશ્વા -૫૨k.g.-સુવર્ણ પદક, ડાભી હિતેશ-૪૦k.g.-સુવર્ણ પદક, પટેલ મન-૭૩k.g.-સુવર્ણ પદક,માંકોલીયા હાર્દિક -૫૦k.g.-સુવર્ણ પદક, વાળા યશ -૬૦k.g.-રજત પદક, કુરેશી હસનેન-૨૫k.g.-રજત પદક, જતાપરા હીના-૫૭k.g.-રજત પદક, કુકડીયા મોહિત-૩૦k.g.-કાંસ્ય પદક,મજેઢીયા દક્ષ-૪૦k.g.-કાંસ્ય પદક, ડાભી સાનવી-૩૬k.g.-કાંસ્ય પદક,ચૌહાણ પુજા-૪૮k.g.-કાંસ્ય પદક, ચૌહાણ જયરાજ-૪૫k.g.-કાંસ્ય પદક,કાનાણી ત્રિશા-૩૬k.g.-કાંસ્ય પદક મેળવેલ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જુડો ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.








































