અમરેલીમાં માતૃ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝના વિવિધ સેવા કેન્દ્રો ખાતે ‘સુખી પરિવારનો આધાર સ્તંભઃ બા-બહુ-બેટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૫૦૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનો દ્વારા પરિવારમાં પરસ્પર પ્રેમ, સંસ્કાર અને સમજણ કેળવીને ઘરને સ્વર્ગ સમાન બનાવવાનું પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ એક્ટિવિટીઝ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પરિવારના સભ્યો વચ્ચે હળીમળીને રહેવાની કળા શીખવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ પોતાના પરિવારને સુખી તથા સંસ્કારી બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત, અમરેલી નગરપાલિકાના નવા ચૂંટાયેલા મહિલા સભ્યો અને શહેરની વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી ગીતાદીદી અને અન્ય બહેનોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.