વડિયા તાલુકાના સારિંગપુર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં કામ પર જવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ પત્નીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અને હાલ સારિંગપુર ગામે વાડીએ રહેતા સુભાનસિંહ સવલસિંહ બગેલ (ઉ.વ. ૫૫) એ જાહેર કર્યા મુજબ, તેઓ છેલ્લા બે દિવસથી કામે જતા નહોતા, જેથી પત્ની સાથે બોલાચાલી થઈ હતી. આ વાતનું પત્નીને મનમાં લાગી આવતા ઘાસમાં (ખડમાં) છાંટવાની ઝેરી દવા પી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મરણ નીપજ્યું હતું.










































