સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવાર શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને દંત ચિકિત્સા યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી અને કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં વિરનગરના નિષ્ણાત તબીબો અને રાજકોટના ડો. જયસુખભાઈ મકવાણાની ટીમે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. કુલ ૯૮ દર્દીઓની તપાસ બાદ ૨૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સંસ્થાના ખર્ચે વિરનગર મોકલાયા હતા. વધુમાં ૨૦ દર્દીઓના દાંતનું નિદાન કરી આયુર્વેદિક ‘જાલંધર બંધ’ વિધિ દ્વારા વિના ઇન્જેક્શન દાઢ કાઢી આપવામાં આવી હતી.