સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં લાઠી, બાબરા અને દામનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ધારાસભ્ય જનક તળાવીયાએ તમામ મતદારો, વિજેતા ઉમેદવારો અને સમર્પિત કાર્યકર્તાઓ પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે આ જીતને ભાજપની વિચારધારા અને જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવી હતી. શ્રી તળાવીયાએ ભારપૂર્વક જણાવ્યું કે જનતાએ જે આશીર્વાદ આપ્યા છે તે જવાબદારીનો અહેસાસ કરાવે છે. હવે તેમનું મુખ્ય લક્ષ્ય આપેલા વચનો પૂર્ણ કરવાનું અને વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાનું રહેશે. પારદર્શક વહીવટ અને જનકલ્યાણના કાર્યો માટે તેઓ સતત કાર્યરત રહેશે. તેમણે ઉમેર્યું કે દરેક કાર્યકર્તા આ સફળતાનો સાચો હકદાર છે, કારણ કે તેમના દિવસ-રાતના પરિશ્રમ વિના આ જીત અશક્ય હતી. અંતમાં તેમણે સૌને એકજુટ થઈને લાઠી-બાબરા-દામનગરને પ્રગતિશીલ અને આદર્શ મતક્ષેત્ર બનાવવા માટે આહ્વાન કર્યું હતું અને જનતાના વિશ્વાસને કાયમ જાળવી રાખવાની કટિબધ્ધતા દર્શાવી હતી.









































