અમરેલી જિલ્લામાં ઘરેલું હિંસા અને પરિણીતાઓ પર થતા અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામે એક પરિણીતાને તેના સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નવા ઝાંઝરિયા ગામે રહેતી સોનલબેન સંજયભાઇ મકવાણા (ઉ.વ.૩૩)એ પતિ સંજયભાઇ નાનજીભાઇ મકવાણા, સસરા નાનજીભાઇ મકવાણા, ભત્રીજા મેહુલભાઇ દિનેશભાઇ મકવાણા અને જેઠાણી કૈલાશબેન દિનેશભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, સાસરિયા પક્ષના સભ્યો દ્વારા નાની-નાની બાબતોમાં તેમને અવારનવાર હેરાન કરવામાં આવતા હતા. તમામ સભ્યોએ એકસંપ થઈ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
સાસરિયાના સતત વધતા જતા ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ કાયદાનો આશરો લીધો છે. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ખોડાભાઇ બગડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
આભાર – નિહારીકા રવિયા









































