સંસદમાં મહિલાઓને ૩૩% અનામત અપાવતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ મુદ્દે વિપક્ષના નકારાત્મક વલણ સામે ગીર સોમનાથ જિલ્લા શિવસેનાએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પ્રમુખ રાજુભાઈ બાંભણીયા અને મહિલા મોરચાના પ્રમુખ વનિતાબેન વાળાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આક્ષેપ કરાયો હતો.