ધોરાજીના સુપેડી ગામે સુપ્રસિધ્ધ પૌરાણિક મુરલીમનોહર મંદિરનો હાલમાં નવો વિવાદ સર્જાયો છે. જેમાં ગ્રામજનોએ મંદિરમાં મહંતના અને ટ્રસ્ટ તેમજ સેવકગણના મનસ્વી વહીવટ સામે સવાલ ઉઠાવીને મંદિરમાંથી મહંત અને સેવક ડી સી પટેલને બહાર કાઢવા રજૂઆત સાથે ધોરાજી પ્રાંત અધિકારીને ૫૦૦ થી વધારે મહિલા પુરુષો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર સુપેડી ગામ બંધ રાખવામાં આવ્યું હતું. ગ્રામજનોના ભારે આક્રોશ અને વિરોધને કારણે મહંત રવિદાસ બાપુ રાતોરાત મંદિર છોડી કોઈ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોવાની વિગતો મળી હતી.










































