ધારી તાલુકાના મોરઝર ગામમાં સિંહે ભેસાણિયા ફાર્મમાં મધ્યરાત્રિએ વાડીના ફરજાની મજબૂત જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં બાંધેલા બે બળદ પૈકી એકનું મારણ કરી આતંક મચાવ્યો હતો. જોકે સદ્‌નસીબે બીજો બળદ આખી રાત ભય હેઠળ રહ્યા બાદ પણ આબાદ બચી ગયો હતો. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી ખેડૂતને વળતર આપવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. સિંહના આ હુમલાથી ગ્રામીણ પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.