અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ક્ષતિ ન રહી જાય તે હેતુથી તાલીમ શિબિર યોજાઈ હતી. આ સત્રમાં મામલતદાર કચેરી અને નગરપાલિકાના વિવિધ સ્તરોના કર્મચારીઓને મતદાન મથકની કામગીરી અને વ્યવસ્થાપન વિશે સમજણ આપવામાં આવી હતી.











































