અમરેલીના રાજુલા તાલુકાના નાના મોટા માછુંદરા ગામે છેલ્લા ૨૫ વર્ષથી ગામનો મુખ્ય માર્ગ કાચો હોવાથી ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ગંભીર મુદ્દે સરપંચ હાદાભાઇ અરડુની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.