સતલોક આશ્રમના વડા સંત રામપાલને જામીન મળ્યા બાદ શુક્રવારે સાંજે હિસાર સેન્ટ્રલ જેલ (આઝાદ નગર)માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે તેમની મુકત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી, અને જેલની બહાર બેરિકેડ્‌સ ઉભા કરવામાં આવ્યા હતા. સંત રામપાલની મુકત પછી, તેમને ૫-૬ વાહનોના કાફલામાં જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો ઉત્સાહિત હતા.
સંત રામપાલના જામીન કેસની સુનાવણી એડીએસજે ગગનદીપની કોર્ટમાં થઈ, જ્યાં તેમના સમર્થકોએ ૫ લાખના જામીન બોન્ડ રજૂ કર્યા. એડવોકેટ મહેન્દ્ર નૈને જણાવ્યું કે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ તેમની મુકત શક્્ય બની હતી. જે કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા તે કેસ ૧૨ જુલાઈ, ૨૦૦૬નો છે, જ્યારે રોહતકના કરોથા ગામમાં આશ્રમમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં એકવ્યક્તિનું મોત થયું હતું, ત્યારબાદ પોલીસે સંત રામપાલ સામે હત્યાનો કેસ દાખલ કર્યો હતો.
એ નોંધવું જાઈએ કે લગભગ ૨૨ મહિના જેલમાં વિતાવ્યા પછી, તેમને એપ્રિલ ૨૦૦૮માં આ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ હિસારના બરવાલામાં એક આશ્રમમાં રહેવા લાગ્યા હતા. કેસની સુનાવણી હિસાર કોર્ટમાં ચાલુ રહી. જુલાઈ ૨૦૧૪માં સંત રામપાલ કોર્ટમાં હાજર થવાના હતા, પરંતુ તેમના સમર્થકો અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું. ત્યારબાદ વકીલોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. હાઈકોર્ટે રામપાલને હાજર રહેવાનો આદેશ આપ્યો, પરંતુ જ્યારે તેઓ હાજર ન થયા, ત્યારે પોલીસને તેમની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
ધરપકડ ટાળવા માટે, રામપાલે બરવાળા આશ્રમની આસપાસ સમર્થકોની માનવ સાંકળ રચી. નવેમ્બર ૨૦૧૪માં, પોલીસે આશ્રમને ઘેરો ઘાલ્યો, જે લગભગ ૧૪ દિવસ સુધી ચાલ્યો. ૧૮ નવેમ્બરના રોજ, પોલીસે આશ્રમમાં પ્રવેશ કર્યો અને રામપાલની ધરપકડ કરી, જે મહિલાઓ, બાળકો અને ખાનગી સુરક્ષા કર્મચારીઓ વચ્ચે છુપાયેલો હતો. આ સમયગાળા દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિપ્રવર્તી હતી.
૨૦ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ, સંત રામપાલ અને તેમના અનુયાયીઓ વિરુદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં હત્યા અને રાજદ્રોહ સહિતની વિવિધ કલમો હેઠળ પાંચ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમને એફઆઈઆર ૪૨૯ અને ૪૩૦ (હત્યા કેસ) માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેને હાઈકોર્ટે સસ્પેન્ડ કરી દીધી છે. તેમને એફઆઈઆર ૪૨૬ અને ૪૨૭ માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમને તાજેતરમાં એફઆઈઆર ૪૨૮ (રાજદ્રોહ) માં શરતી જામીન મળ્યા હતા. કુલ ૧૪ કેસમાંથી, સંત રામપાલને હવે ૧૧ કેસોમાં રાહત મળી છે.
સંત રામપાલ હરિયાણાના સોનીપત જિલ્લાના ધનાના ગામના છે. તેમણે સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જનિયર તરીકેની નોકરી છોડી દીધી અને ૧૯૯૫ માં રોહતકના કરોથા ગામમાં સતલોક આશ્રમની સ્થાપના કરી અને “નામદાન” આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ કબીરપંથી સંપ્રદાયના નેતા તરીકે ઉભરી આવ્યા. આર્ય સમાજ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે તેમના અનુયાયીઓ અને આર્ય સમાજની અંદરના લોકો વચ્ચે ઘર્ષણ થયું. તેમના દેશભરમાં આશરે ૧૫ આશ્રમો છે, જેમાંથી સૌથી પ્રખ્યાત હરિયાણાના ભિવાની, સોનીપત (ધાનાના), રોહતક (કરોંથા) અને હિસાર (બરવાલા) માં સ્થિતિ છે. બરવાલા આશ્રમ હાલમાં કોર્ટ કેસને કારણે જપ્ત કરાયેલી મિલકત છે, અને છેલ્લા ૧૧ વર્ષથી પોલીસ દેખરેખ હેઠળ છે.