શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતી સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના પરિણામોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જાહેર થયેલા B.Pharm
સેમેસ્ટર-૩ના યુનિવર્સિટી પરિણામોમાં આ કોલેજે સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ-૧૦માં ચોથું સ્થાન પ્રાપ્ત કરીને અમરેલીનું ગૌરવ વધાર્યું છે. કોલેજના તેજસ્વી વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો રાવળ નિધી ૯.૨૯ SPI સાથે કોલેજમાં પ્રથમ સ્થાન.ચૌહાણ પૂજાએ ૯.૨૧ SPI સાથે કોલેજમાં દ્વિતીય સ્થાન.ધાનાણી મનસ્વી એસ. ૯.૧૪ SPI સાથે કોલેજમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. આ ભવ્ય સફળતા બદલ ગજેરા શૈક્ષણિક સંકુલના મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.