દીવના પ્રખ્યાત નાગવા બીચ પર વોટર
આભાર – નિહારીકા રવિયા સ્પોટ્ર્સ એસોસિએશન દ્વારા પ્રવાસીઓ પાસેથી વેઇટિંગ ચેરના નામે ગેરકાયદેસર રીતે રૂ.૩૦ ભાડું વસૂલવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. વોટર સ્પોટ્ર્સની મોંઘી ટિકિટ ખરીદવા છતાં બેસવા માટે અલગ ચાર્જ લેવાતો હોવાથી મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આનાથી દીવના પ્રવાસનની છાપ બગડી રહી છે. વધુમાં આ ઉઘરાણી કોઈ પણ પહોંચ આપ્યા વગર ખૂબ જ નાની ઉંમરના બાળકિશોર દ્વારા કરાવાતી હોવાની ચોંકાવનારી કબૂલાત ખુદ એસોસિએશને કરી છે જે બાળમજૂરી જેવા ગંભીર ગુના તરફ પણ ઈશારો કરે છે.







































