સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામની સાત આંગણવાડીઓને છમ્ઇીઙ્મ જીઁફ૨ ન્્ડ્ઢ સોલાર
આભાર – નિહારીકા રવિયા કંપની તરફથી આધુનિક ચીજવસ્તુઓની ભેટ મળી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો અને ગુણવત્તા સુધારવાનો છે.આંગણવાડીઓને આશરે ૨૦૦થી વધુ વસ્તુઓ આપવામાં આવી છે, જેમાં ૬ ટીવી, ૬ ફ્રિજ, ૬ કબાટ, પંખા, વજનકાંટા સહિત ભોજન અને બેઠક વ્યવસ્થા માટેની સામગ્રી સામેલ છે. આ પ્રસંગે સોલાર કંપનીના સાઇટ હેડ ફોગાભાઈ હડિયા અને તેમની ટીમ હાજર રહી હતી. ગામના સરપંચ પંકજ ઉનાવાએ કંપનીનો આભાર માનતા જણાવ્યું કે આનાથી બાળકોનું શૈક્ષણિક સ્તર ઊંચું આવશે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને આંગણવાડીની તમામ બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી.








































