ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. બંને બાજુથી હવાઈ હુમલા થઈ રહ્યા છે. દરમિયાન, ઈરાની સંસદના સ્પીકરે ગુરુવારે દાવો કર્યો કે ૭૦ લાખ ઈરાનીઓ કોઈપણ અમેરિકાના ભૂમિ આક્રમણ સામે લડવા તૈયાર છે.
યુદ્ધની શરૂઆતથી જ મોહમ્મદ બાકિર કાલિબાફે સોશિયલ મીડિયા પર અમેરિકાને પડકારતી અસંખ્ય પોસ્ટ્‌સ શેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું છે કે, “એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં, દેશભરમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં લગભગ ૭૦ લાખ ઈરાનીઓ આગળ આવ્યા હતા અને શ†ો ઉપાડવા અને પોતાના દેશનું રક્ષણ કરવાની તૈયારી જાહેર કરી હતી.”
આ દાવા અંગેની પોસ્ટ્‌સ ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે. કાલિબાફ આ દાવાનો ઉલ્લેખ કરનાર પ્રથમ ઉચ્ચ-સ્તરીય અધિકારી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે. બંને યુદ્ધના મેદાનમાં છે.
તાજેતરના વિકાસ અને લશ્કરી પ્રવૃત્તિઓએ બંને દેશો વચ્ચે સંઘર્ષની આશંકા વધુ વધારી છે. કાલિબાફે કહ્યું કે જા અમેરિકા કોઈ આક્રમક કાર્યવાહી કરે છે, તો ઈરાની લોકો એક થઈને જવાબ આપવા તૈયાર છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે આ ફક્ત સરકારની લડાઈ નહીં પણ સામાન્ય નાગરિકોની પણ લડાઈ હશે.