જેમ જ સૂર્યનો તાપ વધવા લાગે છે અને પરસેવાથી હાલત ખરાબ થઈ જાય છે, ત્યારે બજારમાં પથ્થર જેવું દેખાતું બિલી ફળ જોવા મળે છે. બહારથી જેટલું કઠોર હોય છે, અંદરથી એટલું જ ગુણકારી હોય છે. જૂના સમયમાં વડીલો કહેતા કે ઉનાળામાં બિલી ખાશો તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. આજકાલ ઠંડા પીણાંની વચ્ચે આપણે આ દેશી અમૃતને ભૂલી ગયા છીએ, પરંતુ આરોગ્ય માટે તેનું કોઈ જોડ નથી. ચાલો જાણીએ તેના કેટલાક મોટા ફાયદા.
પેટની સમસ્યામાં લાભદાયક : ઉનાળામાં ઘણીવાર પેટ ખરાબ થઈ જાય છે, ક્યારેક કબજિયાત તો ક્યારેક ઝાડા થાય છે. બિલીને પેટનો ડોક્ટર માનવામાં આવે છે. તેમાં ઘણું ફાઇબર હોય છે જે પેટની સફાઈ કરે છે અને જૂની કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. જો કોઈને ઝાડા થયા હોય તો બિલીનું શરબત તરત રાહત આપે છે. તે પેટની ગરમી ઘટાડે છે, જેના કારણે એસિડિટી અને છાતીમાં બળતરા પણ ઓછી થાય છે. શરીર માટે ઠંડુ: જ્યારે બહાર ભારે ગરમી હોય ત્યારે બિલીનું શરબત શરીર માટે કુદરતી કૂલરનું કામ કરે છે. તેની તાસીર ખૂબ ઠંડી હોય છે. જો તમે તીવ્ર ધુપમાં બહાર જતાં પહેલાં એક ગ્લાસ બિલીનું શરબત પી લો, તો લૂ લાગવાનો ભય ઓછો રહે છે. તે શરીરમાં પાણીની કમી થવા દેતું નથી અને અંદરથી ઠંડકનો અહેસાસ કરાવે છે.
લોહીનું શુધ્ધિકરણ: ઘણા લોકોને ખબર નથી કે બિલી લોહીની સફાઈ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નિયમિત રીતે બિલીનું સેવન કરવાથી ત્વચા પણ સ્વચ્છ અને તેજસ્વી બને છે.
ઊર્જાશક્તિ વધારે: બિલીમાં વિટામિન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને ઊર્જા આપે છે. ઉનાળામાં થાક અને નબળાઈ દૂર કરવા માટે બિલી ખૂબ લાભદાયક માનવામાં આવે છે.
પાચનતંત્રમાં સુધારો: બિલીનું સેવન પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તેમાં રહેલો ફાઇબર પાચન પ્રક્રિયાને સારી બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે.
મધુમેહ નિયંત્રણ: બિલી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે. હૃદય આરોગ્ય : બિલીમાં રહેલા એન્ટીઆૅક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં પણ સહાયક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવી : બિલીમાં વિટામિન c અને અન્ય જરૂરી પોષક ત¥વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ત્વચા માટે લાભદાયક: બિલીનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ થાય છે. તેના એન્ટીસેપ્ટિક ગુણ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવ: કેટલાક સંશોધનો અનુસાર બિલીમાં એવા ગુણ જોવા મળે છે જે કેન્સરનો ખતરો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.









































