ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગી ચુક્યા છે. તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે બનાસકાંઠાના રાજકારણમાં મોટા ઉલટફેર જાવા મળી રહ્યા છે. આજે વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ આજે ભાજપમાં જાડાતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
ભાભર ખાતે એક વિશેષ બેઠક અને જાડાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નવા જાડાયેલા કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ભાજપના વિકાસલક્ષી કાર્યોને જાઈને હજુ વધુ કાર્યકર્તાઓ જાડાશે.
થરાદ અને વાવ પંથકમાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને ભોરોલ, પિલુડા અને ભોરડુ જિલ્લા પંચાયત બેઠકો હેઠળ આવતા ગામોમાંથી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી બીજેપીમાં જાડાવાનો નિર્ણય કર્યો છે. ભાજપના વાવ-થરાદ વિસ્તારના પ્રમુખ ડો. નરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકોનો વિશ્વાસ ભાજપની વિકાસની રાજનીતિમાં વધ્યો છે, જેને કારણે આટલી મોટી સંખ્યામાં જાડાણ થઈ રહ્યું છે.
કોંગ્રેસના ગઢ ગણાતા મીઠા જિલ્લા પંચાયત અને તેની આસપાસના વિસ્તારોમાંથી થયેલા આ સામૂહિક પક્ષપલટાને કારણે સ્થાનિક સ્તરે કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા જ ભાજપે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે. ભાજપના નેતાઓના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને યુવાનો અને પાયાના કાર્યકરો ભાજપ તરફ વળ્યા છે.












































