ગુરુવારે ભારતીય શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી. સતત ત્રણ દિવસના વધારા પછી, બપોરના કારોબારમાં બીએસઇ સેન્સેક્સ ૨,૬૦૦ પોઈન્ટ ઘટીને ૭૪,૦૭૦ પર પહોંચી ગયો, અને નિફ્ટી ૫૦ ૨૩,૦૦૦ ની નીચે આવી ગયો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ફેડરલ રિઝર્વના કડક વલણથી આ ઘટાડા વધુ વકરી. સેન્સેક્સ ૧,૯૫૩ પોઈન્ટ ઘટીને ૭૪,૭૫૧ પર ખુલ્યો, જ્યારે નિફ્ટી ૫૦ ૫૮૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૩,૧૯૮ પર પહોંચ્યો. આ ભારે વેચવાલીથી બીએસઇ પર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૧૦ લાખ કરોડથી વધુનો ઘટાડો થયો, જે તેને ૪૨૯ લાખ કરોડ સુધી ઘટાડી દીધું.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં,એચડીએફસી બેંકના શેર અતનુ ચક્રવર્તીએ નૈતિક ચિંતાઓનો હવાલો આપીને અચાનક રાજીનામું આપ્યા પછી ૩ ટકાથી વધુ ઘટ્યા. લાર્સન એન્ડ ટુબ્રો, એકસીસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એટરનલ અને બજાજ ફાઇનાન્સ પણ મુખ્ય નુકસાનકર્તાઓમાં સામેલ હતા એનટીપીસી અને પાવર ગ્રીડ એકમાત્ર કંપનીઓ હતી જેને ફાયદો થયો.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઉર્જા માળખા પરના હુમલાઓએ વૈશ્વીક બજારોમાં ચિંતા વધારી છે. ઈરાનના મુખ્ય ગેસ ઉત્પાદન ક્ષેત્ર પર હુમલા અને કતારમાં વિશ્વની સૌથી મોટી એલએનજી ઉત્પાદન સુવિધાને નિશાન બનાવવાથી ઉર્જા પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધી છે.

બેંકિંગ અને બજાર નિષ્ણાત અજય બગ્ગાએ જણાવ્યું હતું કે આ ઘટનાઓએ ગલ્ફ ક્ષેત્રમાં તણાવને ખૂબ જ ખતરનાક સ્તરે વધારી દીધો છે. તેમના મતે, આનાથી વૈશ્વીક ઉર્જા પુરવઠામાં વિક્ષેપ પડવાનું જાખમ વધ્યું છે, જેની ફુગાવા અને બજારો પર દેખીતી અસર પડી શકે છે.

આ દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખ્યા છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વખત “અનિશ્ચિતતા” શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, જે દર્શાવે છે કે ટેરિફ અને ઉર્જા કટોકટી ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે. તેમનું વલણ પ્રમાણમાં હઠીલું માનવામાં આવે છે. અજય બગ્ગાના મતે, નકારાત્મક વૈશ્વીક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર પણ દબાણ હેઠળ ખુલી શકે છે. રોકાણકારો હાલમાં સાવચેત છે.

એશિયન બજારોમાં પણ શરૂઆતના કારોબારમાં વૈÂશ્વક મંદીની અસર જાવા મળી. જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૨.૧૮ ટકા ઘટીને ૫૩,૭૮૭, સિંગાપોરનો સ્ટ્રેટ ટાઇમ્સ ઇન્ડેક્સ ૦.૪૭ ટકા ઘટીને ૪,૯૭૮, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૧.૬૮ ટકા ઘટીને ૨૫,૫૮૭, તાઇવાનનો વેઇટેડ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા ઘટીને ૩૩,૯૪૬ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૧.૫૫ ટકા ઘટીને ૫,૮૩૬ પર ટ્રેડ થઈ રહ્યો છે.

બુધવાર રાતથી યુએસ બજારો નકારાત્મક રીતે ટ્રેડ થઈ રહ્યા છે. ડાઉ જાન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧.૬૩ ટકા ઘટને ૪૬,૨૨૫, એસએન્ડપી ૫૦૦ ૧.૩૬ ટકા ઘટીને ૬,૬૨૪ અને નાસ્ડેક ૧.૪૬ ટકા ઘટીને ૨૨,૧૫૨ પર બંધ થયો, જે વૈશ્વીક શેરબજારોમાં વ્યાપક વેચાણ દબાણ દર્શાવે છે.

વૈશ્વીક સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ વધુ નબળો પાડ્યો. સવારે બ્રેન્ટ ક્રૂડ તેલ ૧૧૨ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે માળખાગત હુમલાઓને કારણે લાંબા સમય સુધી પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા દર્શાવે છે. કોમોડિટી બજારોમાં સોનાના ભાવ ઘટ્યા, ૨૪-કેરેટ સોનાનો ભાવ ૧,૫૨,૦૨૬ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો. ચાંદીના ભાવ પણ ઘટીને ૨,૪૪,૭૫૬ પ્રતિ કિલોગ્રામ થયા.